top of page

35 bol

પાંત્રીસ બોલ


પહેલે બોલે : ગતિ ચાર :1. નારકી, 2. તિર્યંચ, 3. મનુષ્ય, 4. દેવતા. (પન્નવણા પદ-23, ઉ.-2)


બીજે બોલે : જાતિ પાંચ : 1. એકેન્દ્રિય. 2. બેઇન્દ્રિય. 3. તેઇન્દ્રિય. 4.ચૌરેન્દ્રિય. 5. પંચેન્દ્રિય.

(પન્નવણા પદ-23, ઉ.-2)


ત્રીજે બોલે : કાય છ : 1. પૃથ્વીકાય. 2. અપકાય. 3. તેઉકાય. 4.વાઉકાય. 5. વનસ્પતિકાય. 6. ત્રસકાય.

(ઠાણાંગ-6, દશવૈકા.-4)


ચોથે બોલે : ઇન્દ્રિય પાંચ : 1. શ્રોત્રેન્દ્રિય, 2. ચક્ષુઇન્દ્રિય, 3. ધ્રાણેન્દ્રિય, 4. રસનેન્દ્રિય, 5. સ્પર્શનેન્દ્રિય

(પન્નવણા પદ-15, ઠાણાંગ-5)


પાંચમે બોલે : પર્યાપ્તિ છ : 1. આહાર, 2, શરીર, 3. ઇન્દ્રિય, 4. શ્વાસોચ્છવાસ, 5. ભાષા અને 6. મન. (ભગવતી શ.-3, ઉ.-1, પન્નવણા પદ-28)


છઠ્ઠું બોલે : પ્રાણ દશ : 1. શ્રોત્રેન્દ્રિય બલપ્રાણ, 2. ચક્ષુઇન્દ્રિય બલપ્રાણ, 3. ધ્રાણેન્દ્રિય બલપ્રાણ, 4. રસનેન્દ્રિય બલપ્રાણ, 5. સ્પર્શનેન્દ્રિય બલપ્રાણ, 6. મન બલપ્રાણ, 7. વચન બલપ્રાણ, 8. કાય બલપ્રાણ, 9. શ્વાસોચ્છવાસ બલપ્રાણ, 1૦. આયુષ્ય બલપ્રાણ.


સાતમે બોલે : શરીર પાંચ : 1, ઔદારિક, 2. વૈક્રિય, 3. આહારક, 4. તૈજસ, 5. કાર્મણ.

(પન્નવણા સૂત્ર પદ-21, ઠાણાંગ સૂત્ર-5).


આઠમે બોલે : યોગ પંદર : 1. સત્ય મનયોગ, 2. અસત્ય મનયોગ, 3. મિશ્ર મનાયોગ, 4. વ્યવહાર મનયોગ, 5. સત્ય વચનયોગ, 6. અસત્ય વચનયોગ, 7. મિશ્ર વચનયોગ ગ, 8. વ્યવહાર વચનયોગ, 9. ઓદારિક શરીર કાયયોગ, 1૦. ઔદારિક શરીર મિશ્ર કાયયોગ, 11. વૈક્રિય શરીર કાયયોગ, 12. વૈક્રિય શરીર મિશ્ર કાયયોગ, 13. આહારક શરીર કાયયોગ, 14. આહારક શરીર મિશ્ર કાયયોગ, 15. કાર્મણ શરીર કાયયોગ.

(ભગવતી સૂત્ર શ.-25, ઉ.-1, પન્નવણા સૂત્રો પદ-16)


નવમે બોલે : ઉપયોગ બાર : 1. મતિજ્ઞાન, 2. શ્રુતજ્ઞાન, 3. અવધિજ્ઞાન, 4. મન:પર્યવજ્ઞાન, 5. કેવળજ્ઞાન, 6. મતિઅજ્ઞાન, 7. શ્રુતઅજ્ઞાન, 8. વિભંગજ્ઞાન, 9. ચક્ષુદર્શન, 1૦. અચક્ષુદર્શન, 11. અવધિદર્શન, 12. કેવળદર્શન.

(પન્નવણા સૂત્ર પદ 29)


દશમે બોલે : કર્મ આઠ : 1. જ્ઞાનાવરણીય, 2. દર્શનાવરણીય, 3. વેદનીય, 4. મોહનીય, 5. આયુષ્ય 6. નામ, 7. ગોત્ર, 8. અંતરાય.

(પન્નવણા પદ- 23, ઉત્તરાધ્યયન સૂત્ર અ.-33)


અગિયારમે બોલે : ગુણસ્થાન ચૌદ : 1. મિથ્યાત્વ, 2. સાસ્વાદન, 3. મિશ્ર, 4. અવિરતિ સમ્યગ્ દ્રષ્ટિ, 5. દેશવિરતિ (શ્રાવક) 6. પ્રમત્ત સંયતિ, 7. અપ્રમત્ત સંયતિ, 8. નિવર્તિ બાદર, 9. અનિવર્તિ બાદર, 1૦. સૂક્ષ્મ સંપરાય 11.ઉપશાંત મોહનીય, 12. ક્ષીણ મોહનીય, 13. સયોગી કેવળી, 14. અયોગી કેવળી.

(સમવાયાંગ સૂત્ર-14)


બારમે બોલે પાંચ ઇન્દ્રિયના વિષય ત્રેવીસ :

શ્રોત્રેન્દ્રિયના 3 વિષય - જીવ શબ્દ, અજીવ શબ્દ, મિશ્ર શબ્દ.

ચક્ષુ ઇન્દ્રિયના 5 વિષય - કાળો, નીલો, લાલ, પીળો, ધોળો.

ધ્રાણેન્દ્રિયના 2 વિષય - સુરભિ ગંધ, દુરભિગંધ.

રસનેન્દ્રિયના 5 વિષય - તીખો, કડવો, કસાયેલો (તૂરો), ખાટો, મીઠો.

સ્પર્શનેન્દ્રિયના 8 વિષય - ખરખરો, સુંવાળો, ભારે, હળવો, ટાઢો, ઊનો. ચોપડ્યો (સ્નિગ્ધ), લૂખો (રૂક્ષ).

(પન્નવણા સૂત્ર પદ-15)


તેરમે બોલે પચીસ પ્રકારનું મિથ્યાત્વ : 1. અભિગ્રહિક મિથ્યાત્વ, 2. અનાભિગ્રહિક મિથ્યાત્વ, 3. અભિનિવેશિક મિથ્યાત્વ, 4. સાંશયિક મિથ્યાત્વ, 5. અણાભોગ મિથ્યાત્વ, 6. લૌકિક મિથ્યાત્વ, 7. લોકોત્તર મિથ્યાત્વ, 8. કુપ્રાવચન મિથ્યાત્વ, 9, જીવને અજીવ શ્રદ્ધે (કહે) તે મિથ્યાત્વ, 1૦. અજીવને જીવ શ્રદ્ધે તે મિથ્યાત્વ, 11. સાધુને કુસાધુ શ્રદ્ધે તે મિથ્યાત્વ, 12. કુસાધુને સાધુ શ્રદ્ધે તે મિથ્યાત્વ, 13. આઠ કર્મથી મુકાણા તેને નથી મુકાણા શ્રદ્ધે તે મિથ્યાત્વ, 14, આઠ કર્મથી નથી મુકાણા તેને મુકાણા શ્રદ્ધે તે મિથ્યાત્વ, 15. ધર્મને અધર્મ શ્રદ્ધે તે મિથ્યાત્વ, 16. અધર્મને ધર્મ શ્રદ્ધે તે મિથ્યાત્વ, 17. જિનમાર્ગને અન્ય માર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વ, 18. અન્ય માર્ગને જિનમાર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વ, 19. જિનમાર્ગથી ઓછું પ્રરૂપે તે મિથ્યાત્વ, 2૦. જિનમાર્ગથી અધિક પ્રરૂપે તે મિથ્યાત્વ, 21. જિનમાર્ગથી વિપરીત પ્રરૂપે તે મિથ્યાત્વ, 22. અવિનય મિથ્યાત્વ, 23. અકિરિયા મિથ્યાત્વ, 24. અજ્ઞાન મિથ્યાત્વ, 25. આશાતના મિથ્યાત્વ. (ઠાણાંગ સૂત્ર આદિ)


ચૌદમે બોલે : નવ તત્વના જાણપણાના 115 બોલ : જીવના 14 ભેદ - સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય,ચૌરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય. તે સાતના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળી 14.

(સમવાયાંગ સૂત્ર 14, ભગવતી સૂત્ર શ.25 ઉ. 1),

અજીવના 14 ભેદ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ ત્રણેના સ્કંધ, સ્કંધ દેશ, સ્કંધ પ્રદેશ એમ 9 તથા 1૦મો ભેદ કાળ, પુદ્દગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ ને પરમાણુ એ 4 મળીને 14. (ઉત્તરાધ્યયન સૂત્ર અ. 36)

પુણ્યના 9 ભેદ – 1. અન્ન પુન્ને, ર. પાણ પુન્ને, 3. લયણ પુન્ને, 4. શયણ પુન્ને, 5. વત્થ પુન્ને, 6. મન પુન્ને, 7. વચન પુન્ને, 8, કાય પુન્ને, 9, નમસ્કાર પુન્ને. (ઠાણાંગ સૂત્ર 9)

પાપના 18 ભેદ - તે અઢાર પાપસ્થાનક. (ભગવતી સૂત્ર. શ. 1 ઉ. 9)

આશ્રવના 2૦ ભેદ - 1. મિથ્યાત્વ, 2. અવ્રત, 3. પ્રમાદ, 4. કષાય, 5. અશુભયોગ, 6, પ્રાણાતિપાત, 7. મૃષાવાદ, 8, અદત્તાદાન, 9. મૈથુન, 1૦. પરિગ્રહ, 11. શ્રોત્રેન્દ્રિય, 12. ચક્ષુઈન્દ્રિય, 13. ધ્રાણેન્દ્રિય, 14. રસનેન્દ્રિય, 15. સ્પર્શનેન્દ્રિય, 16. મન, 17. વચન, 18. કાયા તે 8 (11 થી 18) ને મોકળા મૂકવા, 19. ભંડ ઉપકરણની અયત્ના કરે, 2૦. શુચિ કુસગ્ગ કરે. (સમવાયાંગ 5, ઠાણાંગ 5).

સંવરના 2૦ ભેદ - 1. સમકિત, 2. પ્રત્યાખ્યાન, 3. અપ્રમાદ, 4. અકષાય, 5. શુભયોગ, 6. જીવદયા, 7. સત્ય વચન, 8. અદત્તાદાન ત્યાગ, 9, બ્રહ્મચર્ય, 1૦. અપરિગ્રહ, 11 થી 18 પાંચ ઇન્દ્રિય અને ત્રણ યોગનું સંવરવું, 19. ભંડ ઉપકરણની યત્ના કરે, 2૦. શુચિ કુસગ્ન ન કરે. (પ્રશ્નવ્યાકરણ સૂત્ર, ઠાણાંગ સૂત્ર 1૦).

નિર્જરાના 12 ભેદ - 1. અણસણ, 2. ઉણોદરી, 3. ભિક્ષાચર્યા (વૃત્તિસંક્ષેપ), 4. રસ-પરિત્યાગ, 5. કાયક્લેશ, 6. પ્રતિસંલીનતા, 7. પ્રાયશ્ચિત્ત, 8. વિનય, 9. વૈયાવચ્ચ, 1૦. સજઝાય, 11. ધ્યાન, 12. વ્યુત્સર્ગ.

(ભગવતી સૂત્ર શતક-25, ઉ.-7, ઉત્તરાધ્યયન સૂત્ર 3૦).

બંધના 4 ભેદ - પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ, પ્રદેશ બંધ. (ઠાણાંગ 4).

મોક્ષના 4 ભેદ - સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યક્ ચારિત્ર, સમ્યક્ તપ. (ઠાણાંગ સૂત્ર 9).


પંદરમે બોલે : આત્મા આઠ : દ્રવ્ય આત્મા, કષાય આત્મા, યોગ આત્મા, ઉપયોગ આત્મા, જ્ઞાન આત્મા, દર્શન આત્મા, ચારિત્ર આત્મા, વીર્ય આત્મા.

(ભગવતી સૂત્રો શ.12, ઉ. 1૦)


સોળમે બોલે : દંડક ચોવીસ : સાત નરકનો 1; 1૦ ભવનપતિના તે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિધુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર, સ્તનીતકુમાર; પાંચ સ્થાવરના 5 તે પૃથ્વીકાય અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય; 3 વિકલેન્દ્રિયના તે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય,ચૌરેન્દ્રિય; 1 તિર્યંચ પંચેન્દ્રિયનો, 1 મનુષ્યનો, 1 વાણવ્યંતર દેવનો 1 જ્યોતિષી દેવનો, 1 વૈમાનિક દેવનો. (ઠાણાંગ સૂત્ર-1, ભગવતી સૂત્ર શ.- 24)


સત્તરમે બોલે : લેશ્યા છ : 1. કૃષ્ણ, 2. નીલ, 3. કાપોત, 4. તેજો, 5. પદ્મ, 6. શુક્લ.

(પન્નવણા સૂત્ર પદ-17, ઉત્તરાધ્યયન સૂત્ર-34)


અઢારમે બોલે : દ્રષ્ટિ ત્રણ : 1. સમકિત દ્રષ્ટિ, 2. મિથ્યાત્વ દ્રષ્ટિ, 3.સમામિથ્યાત્વ (મિશ્ર) દ્રષ્ટિ.

(ઠાણાંગ સૂત્ર-3, પન્નવણા સૂત્ર પદ- 19)


ઓગણીસમે બોલે: ધ્યાન ચાર : આર્ત્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુક્લધ્યાન.

(ભગવતી સૂત્ર શ.-25, ઉ.-7, ઠાણાંગ-4)


વીસમે બોલે : છ દ્રવ્યના ત્રીસ બોલ : ધર્માસ્તિકાયના પાંચ : ધર્માસ્તિકાય દ્રવ્યથકી એક, ક્ષેત્રથકી આખા લોક પ્રમાણે, કાળથકી અનાદિઅનંત, ભાવથકી અરૂપી, ગુણથકી ચલણસહાય. અધર્માસ્તિકાયના પાંચ : અધર્માસ્તિકાય દ્રવ્યથકી એક, ક્ષેત્રથકી આખા લોક પ્રમાણે, કાળથકી અનાદિઅનંત, ભાવથકી અરૂપી, ગુણથકી સ્થિરસહાય. આકાશાસ્તિકાયના પાંચ : આકાશાસ્તિકાય દ્રવ્યથકી એક, ક્ષેત્રથકી લોકાલોક પ્રમાણે, કાળથકી અનાદિઅનંત, ભાવથકી અરૂપી. ગુણથકી અવગાહનાદાન. કાળના પાંચ : કાળ દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી અઢીદ્વીપ પ્રમાણે, કાળથકી અનાદિઅનંત, ભાવથકી અરૂપી, ગુણથકી વર્તવાનો ગુણ.

પુદ્દગલના પાંચ : પુદ્દગલ દ્રવ્યથકી અનંત, ક્ષેત્રથકી આખા લોક પ્રમાણે, કાળથકી અનાદિઅનંત ભાવથકી રૂપી, ગુણથકી ગળે ન મળે. જીવના પાંચ : જીવ દ્રવ્યથકી અનંત ક્ષેત્રથકી આખા લોક પ્રમાણે, કાળથકી અનાદિઅનંત, ભાવથકી અરૂપી, ગુણથકી ચૈતન્યગુણ (ઠાણાંગ સૂત્ર-5, ઉત્તરાધ્યયન સૂત્ર-28)


એકવીસમે બોલે : રાશિ બે : જીવરાશિ, અજીવરાશિ. (ઠાણાંગ સૂત્ર -2, સમવાયાંગ સૂત્ર-2, ઉત્તરાધ્યયન સૂત્ર-36)


બાવીસમે બોલે : શ્રાવકનાં વ્રત 1 2. તેના ભાંગા 49.

(ભગવતી સૂત્ર શ. 8, ઉ. 5, હરિભદ્રિય આવશ્યક અ.-1)

આંક એક અગિયારનો, (11) એટલે એક કરણ ને એક યોગે કરી એક કોટિએ પ્રત્યાખ્યાન કરે. (1 X 1 = 1)

તેના ભાંગા 9 : અમુક દોષકારી સ્થાનક - જેના પ્રત્યાખ્યાન કરું છું તે 1 કરું નહિ મને કરી, 2 કરું નહિ વચને કરી, 3 કરું નહિ કાયાએ કરી, 4 કરાવું નહિ મને કરી, 5 કરાવું નહિ વચને કરી, 6 કરાવું નહિ કાયાએ કરી, 7 કરતાંને અનુમોદું નહિ મને કરી, 8 કરતાંને અનુમોદું નહિ વચને કરી, 9 કરતાં અનુમોદું નહિ કાયાએ કરી. એમ 9 ભાંગા થયા.

આંક એક બારનો, (12) એટલે એક કરણ ને બે યોગે કરી બે કોટિએ પ્રત્યાખ્યાન કરે. (1 X 2 = 2)

તેના ભાંગા નવ તે, 1 કરું નહિ મને કરી, વચને કરી, 2 કરું નહિ મને કરી, કાયાએ કરી, 3 કરું નહિ વચને કરી, કાયાએ કરે, 4 કરાવું નહિ મને કરી, વચને કરી. 5 કરાવું નહિ મને કરી કાયાએ કરી, 6 કરાવું નહિ વચને કરી, કાયા એ કરી, 7 કરતાંને અનુમોદું નહિ મને કરી, વચને કરી, 8 કરતાંને અનુમોદું નહિ મને કરી, કાયાએ કરી, 9 કરતાંને અનુમોદું નહિ વચને કરી, કાયાએ કરી. એમ 18 ભાંગા થયા.

આંક એક તેરનો, (13) એટલે એક કરણ ને ત્રણ યોગે કરી ત્રણ કોટિએ પ્રત્યાખ્યાન કરે. (1 X 3 = 3)

તેના ભાંગા 3, 1 કરું નહિ મને કરી, વચને કરી, કાયાએ કરી, 2 કરાવું નહિ મને કરી, વચને કરી, કાયાએ કરી, 3 કરતાં પ્રત્યે અનુમોદું નહિ, મને કરી, વચને કરી, કાયાએ કરી. એમ 21 ભાંગા થયા.

આંક એક એકવીસનો, (21) એટલે બે કરણ ને એક યોગે કરી, બે કોટિએ પ્રત્યાખ્યાન કરે. (2 X 1 = 2)

તેના ભાંગા 9 તે, 1 કરું નહિ, કરાવું નહિ, મને કરી, 2 કરું નહિ, કરાવું નહિ, વચને કરી, 3 કરું નહિ, કરાવું નહિ, કાયાએ કરી, 4 કરું નહિ, અનુમોદું નહિ, મને કરી, 5 કરું નહિ, અનુમોદું નહિ, વચને કરી, 6 કરું નહિ, અનુમોદું નહિ, કાયા કરી, 7 કરાવું નહિ, અનુમોદું નહિ, મને કરી, 8 કરાવું નહિ, અનુમોદું નહિ, વચને કરી, 9 કરાવું નહિ, અનુમોદું નહિ, કાયાએ કરી. એમ 3૦ ભાંગા થયા.

આંક એક બાવીસનો, (22) એટલે બે કરણ, ને બે યોગે કરી ચાર કોટિએ પ્રત્યાખ્યાન કરે. (2 X 2 = 4)

ને તેના ભાંગા નવ તે, 1 કરું નહિ, કરાવું નહિ, મને કરી, વચને કરી, 2 કરું નહિ, કરાવું નહિ, મને કરી, કાયાએ કરી, 3 કરું નહિ, કરાવું નહિ, વચને કરી, કાયાએ કરી, 4 કરું નહિ, અનુમોદું નહિ, મને કરી, વચને કરી, 5 કરું નહિ, અનુમોદું નહિ, મને કરી, કાયાએ કરી, 6 કરું નહિ, અનુમોદું નહિ, વચને કરી, કાયાએ કરી, 7 કરાવું નહિ અનુમોદું નહિ, મને કરી, વચને કરી, 8 કરાવું નહિ, અનુમોદું નહિ, મને કરી, કાયાએ કરી, 9 કરાવું નહિ અનુમોદું નહિ, વચને કરી, કાયાએ કરી એમ કુલ 39 ભાંગા.

આંક એક ત્રેવીસનો, (23) એટલે બે કરણ, ને ત્રણ યોગે કરી, છ કોટિએ પ્રત્યાખ્યાન કરે. (2 X 3 = 6)

તેના ભાંગા ત્રણ તે, 1 કરું નહિ, કરાવું નહિ, મને કરી, વચને કરી, કાયાએ કરી, 2 કરું નહિ, અનુમોદું નહિ, મને કરી, વચને કરી, કાયાએ કરી, 3 કરાવું નહિ. અનુમોદું નહિ, મને કરી, વચને કરી, કાયાએ કરી. એમ 42 ભાંગા થયા.

આંક એક એકત્રીસનો, (31) એટલે ત્રણ કરણ ને એક યોગે કરી ત્રણ કોટિએ પ્રત્યાખ્યાન કરે. (3 X 1 = 3 )

તેના ભાગા ત્રણ તે, 1 કરું નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, મને કરી, 2 કરું નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, વચને કરી, 3 કરું નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, કાયાએ કરી. એમ 45 ભાંગા થયા.

આંક એક બત્રીસનો, (32) એટલે ત્રણ કરણ અને બે યોગે કરી છે કોટિએ પ્રત્યાખ્યાન કરે. (3 X 2 = 6)

તેના ભાંગા ત્રણ 1 કરું નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, મને કરી, વચને કરી, 2 કરું નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, મને કરી, કાયાએ કરી, 3 કરું નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, વચને કરી, કાયાએ કરી. એમ 48 ભાંગા થયા.

આંકે એક તેત્રીસનો, (33) એટલે ત્રણ કરણ ને ત્રણ યોગે કરી નવ કોટિએ પ્રત્યાખ્યાન કરે, (3 X 3 = 9)

તેનો ભાંગો એક તે, 1 કરું નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ, મને કરી, વા કરી, કાયાએ કરી. એમ કુલ 49 ભાંગા સંપૂર્ણ.


ત્રેવીસમે બોલે : સાધુના પાંચ મહાવ્રત, તેના ભાંગા 252

(દશવૈકાલિક સૂત્ર અધ્યયન 4, ઠાણાંગ સૂત્ર 5)

પ્રથમ મહાવ્રતના ભાંગા 81 : પૃથ્વી, અપ્, તેઉ, વાઉ, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય એ નવની નવકોટિએ દયા પાળવી તે 9 X 9 = 81. બીજા મહાવ્રતના ભાંગા 36 : ક્રોધે, લોભે, ભયે, હાસ્યે એ 4 મૃષાવાદ નવ કોટિએ ન બોલે તે 4 X 9 = 36. ત્રીજા મહાવ્રતના ભાંગા 54 : અલ્પ, બહુ, સૂક્ષ્મ, સ્થૂલ, સચેત, અચેત એ 6 અદત્તાદાન ન લે. 9 કોટિએ તે 6 X 9 = 54. ચોથા મહાવ્રતના ભાંગા 27 : દેવતા, મનુષ્ય, તિર્યંચ સાથે નવ કોટિએ મૈથુન ન સેવે તે 3 X 9 = 27. પાંચમા મહાવ્રતના ભાંગા 54 અલ્પ, બહુ, સૂક્ષ્મ, સ્થૂલ, સચેત, અચેત એ 6 પરિગ્રહ ન કરે નવ કોટિએ 6 X 9 = 54. તે કુલ મળીને 81 + 36 + 54 + 27 + 54 = 252.


પચ્ચીસમે બોલે : ચારિત્ર પાંચ : 1. સામાયિક ચારિત્ર, 2. છેદોપસ્થાપનીય ચારિત્ર, 3. પરિહાર વિશુદ્ધ ચારિત્ર, 4. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, 5. યથાખ્યાત ચારિત્ર. (ઠાણાંગ સૂત્ર 5)

છવ્વીસમે બોલે : સાત નય : 1. નૈગમ નય, 2. સંગ્રહ નય, 3. વ્યવહાર નય, 4. ઋજુસૂત્ર નય, 5. શબ્દ નય, 6. સમભિરૂઢ નય, 7. એવંભૂત નય.

(સમવાયાંગ સૂત્ર 7)


સત્તાવીસમે બોલે : નિક્ષેપા ચાર : નામ નિક્ષેપા, સ્થાપના નિક્ષેપા, દ્રવ્ય નિક્ષેપા.અને ભાવ નિક્ષેપા

(અનુયોગદ્વાર સૂત્ર)


અઠ્ઠાવીસમે બોલે : સમકિત પાંચ : 1. ઉપશમ સમકિત, 2. ક્ષયોપશમ સમકિત, 3. ક્ષાયિક સમકિત, 4. સાસ્વાદન સમકિત, 5. વેદક સમકિત.


ઓગણત્રીસમે બોલે : રસ નવ : 1. શૃંગાર રસ, 2. વીર રસ, 3. કરુણ રસ, 4. હાસ્ય રસ પ. રૌદ્ર રસ, 6. ભયાનક રસ, 7. અદ્દભુત રસ, 8. બિભત્સ રસ, 9. શાંત રસ. (અનુયોગ દ્વાર સૂત્ર)


ત્રીસમે બોલે : ભાવના બાર : 1. અનિત્ય ભાવના, 2. અશરણ ભાવના, 3. સંસાર ભાવના, 4. એકત્વ ભાવના, 5. અન્યત્વ ભાવના, 6. અશુચિ ભાવના, 7. આશ્રવ ભાવના, 8. સંવર ભાવના, 9. નિર્જરા ભાવના, 1૦. લોકસ્વરૂપ ભાવના,11. બોધિ ભાવના, 12. ધર્મ ભાવના.

(તત્વાર્થ સૂત્ર ગ્રંથ)


એકત્રીસમે બોલે : અનુયોગ ચાર : 1. દ્રવ્યાનુયોગ, 2. ગણિતાનુયોગ, 3. ચરણકરણાનુયોગ, 4. ધર્મકથાનુયોગ.


બત્રીસમે બોલે : તત્વ ત્રણ : દેવ, ગુરુ અને ધર્મ.


તેત્રીસમે બોલે : સમવાય પાંચ : 1. કાળ, 2. સ્વભાવ, 3. નિયત, 4. પૂર્વકૃત (કર્મ), પ. પુરુષાકાર (ઉદ્યમ).

(સૂયગડાંગ સૂત્ર (વ્યાખ્યા))


ચોત્રીસમે બોલે : પાખંડીના 363 ભેદ : ક્રિયાવાદીના 18૦, અક્રિયાવાદીના 84, વિનયવાદીના 32, અજ્ઞાનવાદીના 67

(સૂયગડાંગ સૂત્ર (ટીકા) )


પાંત્રીસમે બોલે : શ્રાવકના ગુણ એકવીસ : 1. અશુદ્ર, (તૃચ્છવૃત્તિ નહિ તે) 2. યશવંત, 3. સૌમ્ય પ્રકૃતિવાળો, 4. લોકપ્રિય, 5. અક્રૂર, 6. પાપભીરુ, 7. શ્રદ્ધાવંત, 8. ચતુરાઈયુક્ત, 9. લજ્જાવાન, 1૦. દયાવંત, 11. માધ્યસ્થ દ્રષ્ટિ, 12. ગંભીર, 13. ગુણાનુરાગી, 14. ધર્મોપદેશ કરનાર, 15. ન્યાયપક્ષી. 16 શુદ્ધ વિચારક, 17. મર્યાદાયુક્ત વ્યવહાર કરનાર, 18. વિનયશીલ, 19. કૃતજ્ઞ, 2૦. પરોપકારી, 21. સત્કાર્યમાં સદા સાવધાન. (પ્રવચન સારોદ્વાર ગ્રંથ)

।। ઈતિ શ્રી પાંત્રીસ બોલ સંપૂર્ણ ।।


Recent Posts

See All
25 Kriya

પચીસ ક્રિયા ( ઠાણાંગસૂત્ર શ.-2, ઉ.-1; શ.-5, ઉ.-2 ) કર્મબંધની કારણભૂત ચેષ્ટા તે ક્રિયા. જેનાથી કર્મ આવે તે ક્રિયા. 1. કાઈયા ક્રિયા - તેના...

 
 
 

Comments


bottom of page