top of page

Shree Ratnakar Pachisi

મંદિર છો મુક્તિતણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ! ને ઈન્દ્ર નર ને દેવતા, સેવા કરે તારી વિભુ ! સર્વજ્ઞ છો સ્વામી વળી, શિરદાર અતિશય સર્વના, ઘણું જીવ તું, ઘણું જીવ તું ! ભંડાર જ્ઞાનકળા તણા..........1

mandira cho muktitaṇā, māṅgalya krīḍānā prabhu! ne īndra nara ne devatā, sevā kare tārī vibhu ! sarvajña cho svāmī vaḻī, śiradāra atiśaya sarvanā, ghaṇuṃ jīva tuṃ, ghaṇuṃ jīva tuṃ ! bhaṇḍāra jñānakaḻā taṇā..........1


ત્રણ જગતના આધાર ને, અવતાર હે! કરૂણા તણાં, વળી વૈદ્ય ! હે દુર્વાર, આ સંસારના દુ:ખો તણાં, વીતરાગ વલ્લભ વિશ્વના, તુજ પાસ અરજી ઉચ્ચરું, જાણો છતાં પણ કહી અને, આ હદય હું ખાલી કરું.......... 2

traṇa jagatanā ādhāra ne, avatāra he! karūṇā taṇāṃ, vaḻī vaidya ! he durvāra, ā sansāranā du:kho taṇāṃ, vītarāga vallabha viśvanā, tuja pāsa arajī uccaruṃ, jāṇo chatāṃ paṇa kahī ane, ā hadaya huṃ khālī karuṃ.......... 2


શું બાળકો મા બાપ પાસે, બાળક્રીડા નવ કરે, ને મુખમાંથી જેમ આવે, તેમ શું નવ  ઉચ્ચરે, તેમજ તમારી પાસ તારક, આજ ભોળા ભાવથી, જેવું બન્યું તેવું કહું, તેમાં કશું ખોટું નથી..........3

śuṃ bāḻako mā bāpa pāse, bāḻakrīḍā nava kare, ne mukhamānthī jema āve, tema śuṃ nava uccare, temaja tamārī pāsa tāraka, āja bhoḻā bhāvathī, jevuṃ banyuṃ tevuṃ kahuṃ, temāṃ kaśuṃ khoṭuṃ nathī..........3


મેં દાન તો દીધું નહીં અને, શિયાળ પણ પાળ્યું નહીં, તપથી દમી કાયા નહીં, શુભ ભાવ પણ ભાવ્યો નહીં ! એ ચાર ભેદે ધર્મમાંથી, કંઈપણ પ્રભુ નવ ર્ક્યૂ, મારું ભ્રમણ ભવસાગર, નિષ્ફળ ગયું, નિષ્ફળ ગયું..........4 meṃ dāna to dīdhuṃ nahīṃ ane, śiyāḻa paṇa pāḻyuṃ nahīṃ, tapathī damī kāyā nahīṃ, śubha bhāva paṇa bhāvyo nahīṃ ! e cāra bhede dharmamānthī, kaṃīpaṇa prabhu nava rkyū, māruṃ bhramaṇa bhavasāgara, niṣphaḻa gayuṃ, niṣphaḻa gayuṃ..........4


હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી-લોભ સર્પ ડસ્યો મને, ગળ્યો મનરૂપી અજગરે, હું કેમ કરી ધ્યાવું તને ? મન મારું માયાજાળમાં, મોહન મહા મુંઝાય છે, ચડી ચાર ચોરો-હાથમાં, ચેતન ઘણો ચગદાય  છે...........5 huṃ krodha agnithī baḻyo, vaḻī-lobha sarpa ḍasyo mane, gaḻyo manarūpī ajagare, huṃ kema karī dhyāvuṃ tane ? mana māruṃ māyājāḻamāṃ, mohana mahā muñjhāya che, caḍī cāra coro-hāthamāṃ, cetana ghaṇo cagadāya che...........5

મેં પરભવે કે આ ભવે પણ, હિત કાંઈ કર્યું નહીં, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહીં, જન્મો અમારા જિનજી ભવ પૂર્ણ કરવાને થયાં, આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયાં..........6 meṃ parabhave ke ā bhave paṇa, hita kāṃī karyuṃ nahīṃ, tethī karī sansāramāṃ sukha alpa paṇa pāmyo nahīṃ, janmo amārā jinajī bhava pūrṇa karavāne thayāṃ, āvela bājī hāthamāṃ, ajñānathī hārī gayāṃ..........6


અમૃત ઝરે તુજ મુખરૂપી, ચંદ્રથી તો પણ પ્રભુ! ભીંજાય નહીં મુજ મન અરેરે ! શું કરું હું તો વિભુ ! પત્થર થકી પણ કઠણ મારું, મન ખરે ક્યાંથી દ્રવે ? મરકટ સમા આ મન થકી, હું તો પ્રભુ ! હાર્યો હવે.........7 amṛta jhare tuja mukharūpī, candrathī to paṇa prabhu! bhīñjāya nahīṃ muja mana arere ! śuṃ karuṃ huṃ to vibhu ! patthara thakī paṇa kaṭhaṇa māruṃ, mana khare kyānthī drave ? marakaṭa samā ā mana thakī, huṃ to prabhu ! hāryo have.........7

ભમતાં મહા ભવસાગરે, પામ્યો પસાયે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી, રત્નત્રય દુષ્કર ઘણાં, તે પણ ગયા પ્રમાદના, વશથી પ્રભુ ! કહું છું ખરું, કોની કને કિરતાર ! આ પોકાર, જઈને હું કરું ?..........8 bhamatāṃ mahā bhavasāgare, pāmyo pasāye āpanā, je jñāna darśana caraṇarūpī, ratnatraya duṣkara ghaṇāṃ, te paṇa gayā pramādanā, vaśathī prabhu ! kahuṃ chuṃ kharuṃ, konī kane kiratāra ! ā pokāra, jaīne huṃ karuṃ ?..........8

ઠગવા વિભુ ! આ વિશ્વને, વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મનો ઉપદેશ રંજન, લોકોને કરવા કર્યા વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું ? સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું..........9 ṭhagavā vibhu ! ā viśvane, vairāgyanā raṅgo dharyā, ne dharmano upadeśa rañjana, lokone karavā karyā vidyā bhaṇyo huṃ vāda māṭe, keṭalī kathanī kahuṃ ? sādhu thaīne bahārathī, dāmbhika andarathī rahuṃ..........9

મેં મુખને મેલું ર્ક્યું, દોષો પરાયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા, પરનારીમાં લપટાઈને, વળી ચિત્તને દોષિત ક્ચૅુ, ચિંતવી નઠારું પરતણું, હે નાથ ! મારું શું થશે, ચાલાક થઈ ચૂક્યો ઘણું..........10 meṃ mukhane meluṃ rkyuṃ, doṣo parāyā gāīne, ne netrane nindita karyā, paranārīmāṃ lapaṭāīne, vaḻī cittane doṣita kcaૅu, cintavī naṭhāruṃ parataṇuṃ, he nātha ! māruṃ śuṃ thaśe, cālāka thaī cūkyo ghaṇuṃ..........10

કરે કાળજાને કતલ પીડા, કામની બિહામણી, એ વિષયમાં બની અંધ હું, વિટંબના પામ્યો ઘણી, તે પણ પ્રકાશ્યુ આજ લાવી. લાજ આપ તણી કને, જાણો સહુ તેથી કહું, કર માફ મારા વાંકને..........11 kare kāḻajāne katala pīḍā, kāmanī bihāmaṇī, e viṣayamāṃ banī andha huṃ, viṭambanā pāmyo ghaṇī, te paṇa prakāśyu āja lāvī. lāja āpa taṇī kane, jāṇo sahu tethī kahuṃ, kara māpha mārā vāṅkane..........11

નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રના‌‌ વાક્યો વડે, હણી આગમોની વાણીને, કુદેવની સંગત થકી, કર્મો નકામાં આચર્યા, મતિ ભ્રમ થકી, રત્નો ગુમાવી, કાચ કટકા મેં ગ્રહ્યા..........12 navakāra mantra vināśa kīdho, anya mantro jāṇīne, kuśāstranā‌ vākyo vaḍe, haṇī āgamonī vāṇīne, kudevanī saṅgata thakī, karmo nakāmāṃ ācaryā, mati bhrama thakī, ratno gumāvī, kāca kaṭakā meṃ grahyā..........12

આવેલ દ્રષ્ટિ માર્ગમાં મૂકી મહાવીર આપને, મેં મૂઢધીએ હૃદયમાં, ધ્યાયા મદનનાં ચાપને, નેત્રબાણો. ને પયોધર, નાભિ ને સુંદર કટિ, શણગાર સુંદરીઓ તણાં, છટકેલ થ‌ઈ જોયા અતિ..........13 āvela draṣṭi mārgamāṃ mūkī mahāvīra āpane, meṃ mūḍhadhīe hṛdayamāṃ, dhyāyā madananāṃ cāpane, netrabāṇo. ne payodhara, nābhi ne sundara kaṭi, śaṇagāra sundarīo taṇāṃ, chaṭakela tha‌ī joyā ati..........13

મૃગનયણી સમ નારીતણાં, મુખચંદ્ર નીરખવાવતી, મુજ મન વિષે જે રંગ લાગ્યો, અલ્પ પણ ગૂઢો અતિ, તે શ્રતરૂ૫ રામુદ્રમાં , ધોયા છતાં જાતો નથી, તેનું કહો કારણ તમે,બચું કેમ આ હું પાપથી ?..........14 mṛganayaṇī sama nārītaṇāṃ, mukhacandra nīrakhavāvatī, muja mana viṣe je raṅga lāgyo, alpa paṇa gūḍho ati, te śratarū5 rāmudramāṃ , dhoyā chatāṃ jāto nathī, tenuṃ kaho kāraṇa tame,bacuṃ kema ā huṃ pāpathī ?..........14

સુંદર  નથી આ શરીર કે, સમુદાય ગુણતણો નથી, ઉત્તમ વિલાસ કળાતણો, દેદીપ્યમાન પ્રભા નથી, પ્રભુતા નથી તો પણ પ્રભુ, અભિમાનથી અક્કડ ફરું, ચોપાટ ચાર ગતિ તણી, સંસારમાં ખોલ્યા કરું..........15 sundara nathī ā śarīra ke, samudāya guṇataṇo nathī, uttama vilāsa kaḻātaṇo, dedīpyamāna prabhā nathī, prabhutā nathī to paṇa prabhu, abhimānathī akkaḍa pharuṃ, copāṭa cāra gati taṇī, sansāramāṃ kholyā karuṃ..........15

આયુષ્ય ઘટતું જાય તો પણ. પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ, વિષયાભિલાષા નવ મટે, ઔષધ વિષે કરું યત્ન પણ, હું ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું, પાયા વિનાના ઘર ચણું ..........16 āyuṣya ghaṭatuṃ jāya to paṇa. pāpa buddhi nava ghaṭe, āśā jīvananī jāya paṇa, viṣayābhilāṣā nava maṭe, auṣadha viṣe karuṃ yatna paṇa, huṃ dharmane to nava gaṇuṃ, banī mohamāṃ mastāna huṃ, pāyā vinānā ghara caṇuṃ ..........16

આત્મા નથી પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી મિથ્યાત્વીની કટુવાણી મેં, ધરી કાન પીધી સ્વાદથી રવિ સમ હતા જ્ઞાને કરી, પ્રભુ આપશ્રી તો પણ અરે, . દીવો લ‌ઈ કુવે પડ્યો, ધિક્કાર છે મુજને ખરે..........17 ātmā nathī parabhava nathī, vaḻī puṇya pāpa kaśuṃ nathī mithyātvīnī kaṭuvāṇī meṃ, dharī kāna pīdhī svādathī ravi sama hatā jñāne karī, prabhu āpaśrī to paṇa are, . dīvo la‌ī kuve paḍyo, dhikkāra che mujane khare..........17

મેં ચિત્તથી નહીં દેવની, કે પાત્રની પુજા ચહી, ને શ્રાવકો કે સાધુઓનો, ધર્મ પણ પાળ્યો નહીં, પામ્યો પ્રભુ નરભવ છતાં, રણમાં રડ્યા જેવું થયું, ધોબી તણાં કુત્તા સમું, મમ જીવન સહું એળે ગયું..........18  meṃ cittathī nahīṃ devanī, ke pātranī pujā cahī, ne śrāvako ke sādhuono, dharma paṇa pāḻyo nahīṃ, pāmyo prabhu narabhava chatāṃ, raṇamāṃ raḍyā jevuṃ thayuṃ, dhobī taṇāṃ kuttā samuṃ, mama jīvana sahuṃ eḻe gayuṃ..........18

હું કામધેનુ કલ્પતરુ, ચિંતામણીના પ્યારમાં, ખોટા છતાં ઝંખ્યો ઘણું , બની લુબ્ધ આ સંસારમાં, , જે પ્રગટ સુખ દેનાર, તારો ધર્મ તે સેવ્યા નહીં, મુજ મૂર્ખ ભાવોને નિહાળી, નાથ કર કરૂણા કંઈ..........19 huṃ kāmadhenu kalpataru, cintāmaṇīnā pyāramāṃ, khoṭā chatāṃ jhaṅkhyo ghaṇuṃ , banī lubdha ā sansāramāṃ, , je pragaṭa sukha denāra, tāro dharma te sevyā nahīṃ, muja mūrkha bhāvone nihāḻī, nātha kara karūṇā kaṃī..........19

મેં ભોગ સારા ચિંતવ્યા, ને રોગ સમ ચિંતવ્યા નહીં, આગમન ઈચ્છયું ધનતણું, પણ મૃત્યુને  પ્રીછયું   નહીં, નહિ  ચિંતવ્યું  મેં નરક, કારાગૃહ સમી છે નારીઓ, મધુબિંદુની આશા મહીં, ભય માત્ર હું ભૂલી ગયો..........20 meṃ bhoga sārā cintavyā, ne roga sama cintavyā nahīṃ, āgamana īcchayuṃ dhanataṇuṃ, paṇa mṛtyune prīchayuṃ nahīṃ, nahi cintavyuṃ meṃ naraka, kārāgṛha samī che nārīo, madhubindunī āśā mahīṃ, bhaya mātra huṃ bhūlī gayo..........20

હું શુદ્ધ આચારો વડે, સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારના, યશ પણ ઉપાર્જન નવ કર્યા, વળી તીર્થના ઉદ્ધાર આદિ. કોઇ કાર્યો નવ કર્યા, ફોગટ અરે ! આ લક્ષ ચોરાસી, તણા ફેરા ફર્યા..........21 huṃ śuddha ācāro vaḍe, sādhu hṛdayamāṃ nava rahyo, karī kāma para upakāranā, yaśa paṇa upārjana nava karyā, vaḻī tīrthanā uddhāra ādi. koi kāryo nava karyā, phogaṭa are ! ā lakṣa corāsī, taṇā pherā pharyā..........21

ગુરુ વાણીમાં વૈરાગ્ય કેરો, રંગ લાગ્યો નહીં અને, દુર્જન તણાં વાક્યો મહીં, શાંતિ મળે કયાંથી મને ? તરું કેમ હું સંસાર આ, અધ્યાત્મ તો છે નહીં જરી, તૂટેલ તળીયાનો ઘડો, જળથી ભરાયે કેમ કરી ?..........22 guru vāṇīmāṃ vairāgya kero, raṅga lāgyo nahīṃ ane, durjana taṇāṃ vākyo mahīṃ, śānti maḻe kayānthī mane ? taruṃ kema huṃ sansāra ā, adhyātma to che nahīṃ jarī, tūṭela taḻīyāno ghaḍo, jaḻathī bharāye kema karī ?..........22

મેં પરભવે નથી પુણ્ય કીધું, ને નથી કરતો હજી, તો આવતા ભવમાં કહો, ક્યાંથી થશે હે નાથજી, ભૂત, ભાવિ ને, સાંપ્રત, ત્રણે ભવ નાથ હું હારી ગયો, સ્વામી ત્રિશંકુ જેમ હું, આકાશમાં લટકી રહ્યો..........23 meṃ parabhave nathī puṇya kīdhuṃ, ne nathī karato hajī, to āvatā bhavamāṃ kaho, kyānthī thaśe he nāthajī, bhūta, bhāvi ne, sāmprata, traṇe bhava nātha huṃ hārī gayo, svāmī triśaṅku jema huṃ, ākāśamāṃ laṭakī rahyo..........23

અથવા નકામું આપ પાસે, નાથ શું બકવું ઘણું, હે દેવતાના પૂજ્ય આ, ચારિત્ર મુજ પોતા તણું, જાણો  સ્વરૂપ ત્રણ લોકનું, તો મારું શું છે માત્ર આ ? જ્યાં ક્રોડનો હિસાબ નહીં, ત્યાં પાઈની તો વાત ક્યાં..........24 athavā nakāmuṃ āpa pāse, nātha śuṃ bakavuṃ ghaṇuṃ, he devatānā pūjya ā, cāritra muja potā taṇuṃ, jāṇo svarūpa traṇa lokanuṃ, to māruṃ śuṃ che mātra ā ? jyāṃ kroḍano hisāba nahīṃ, tyāṃ pāīnī to vāta kyāṃ..........24

તારાથી ન સમર્થ અન્ય દિનનો, ઉદ્ધારનારો પ્રભુ, મારાથી નહીં અન્ય પાત્ર જગમાં, જોતા જડે હે વિભુ મુક્તિ ગંગલ સ્થાન તોય મુજને, ઈચ્છા ન લક્ષ્મી તણી, આપો સમ્યગ્ રત્ન શ્યામ જીવને, તો તૃપ્તિ થાયે ઘણી ! ..........25 tārāthī na samartha anya dinano, uddhāranāro prabhu, mārāthī nahīṃ anya pātra jagamāṃ, jotā jaḍe he vibhu mukti gaṅgala sthāna toya mujane, īcchā na lakṣmī taṇī, āpo samyag ratna śyāma jīvane, to tṛpti thāye ghaṇī ! ..........25


Recent Posts

See All
Shree Bhaktamar Stotra

भक्तामर-प्रणत-मौलिमणि-प्रभाणा मुद्द्योतकं दलित-पाप-तमोवितानम्। सम्यक् प्रणम्य जिनपादयुगं युगादा वालम्बनं भवजले पततां जनानाम् ।१।...

 
 
 
Shree Logassa Sutra

लोगस्स उज्जोयगरे, धम्मतित्थयरे जिणे । अरिहंते कित्तइस्सं, चउवीसं पि केवली ॥१॥ logassa ujjoyagare, dhammatitthayare jiṇe । arihante...

 
 
 
Shree Uvasaggaharam Stotra

उवसग्गहरं पासं, पासं वंदामि कम्म-घण मुक्कं । विसहर विस निन्नासं, मंगल कल्लाण आवासं ।।1।। Uvasaggaharaṃ pāsaṃ, pāsaṃ vandāmi kamma-ghaṇa...

 
 
 

Comments


bottom of page